Welcome to Dr Tapan A. Shah - "Taral Surgicare"


  Call Us Now : 99788 10356 / 99250 10599

Diabetic Foot Syndrome

ડાયાબિટીક ફૂટ એ ડાયાબિટીસ થી થતો એક રોગ છે જો લાંબા સમય સુધી ડાયાબિટીસ કંટ્રોલ માં ના રહે તો થતા કોમ્પ્લિકેશન – complication ના કારણે પગ માં સડો થવો, પરુ થવું, ચાંદુ પડવું, હાડકા નબળા પડવા વગેરે થઇ શકે છે જેને ડાયાબેટિક ફૂટ સિનડ્રોમ – કહેવામાં આવે છે.
મોટા ભાગે ડાયાબિટીક ફૂટ થવાના કારણો માં ડાયાબિટીસ ના કારણે નબળી પડી ગયેલી ચેતાઓ જેને diabetic neuropathy પણ કહેવાય છે. જેમાં સંવેદનશીલતા જતી રહેવાના કારણે વારંવાર વાગવું અને તેનાથી ચાંદા – ulcer થવા અને ડાયાબિટીસ ના કારણે તેને રૂઝ આવતા વાર લાગે છે અને પાકવાની શક્યતા વધી જાય છે.
ડાયાબિટીક ફૂટ થવાનું બીજું એક કારણ છે ડાયાબિટીસ ના કારણે પગ ની નસો નબળી પડી જાય છે જેને diabetic angiopathy પણ કહેવામાં આવે છે. જે ઘણી વાર સ્નાયુઓ ને પણ નબળા કરી દે છે.Read More…